જળજાત્રા જદુરાયની, સખી જોવા ચાલો ૨/૪

જળજાત્રા જદુરાયની, સખી જોવા ચાલો ;જમુનાજીના નીરમાં, નહાય છે નંદલાલો.  જ. ૧
સંગ સરવ ગોવાળિયા, ગોપી સરવે સાથે,નીર હિલોળે નાથજી ; પોતાને હાથે.       જ. ર
ઇન્દ્રાદિક સુર આવિયા, જોવાને કાજે ;રંગ ભર જળક્રીડા રચી, રસિયે વ્રજરાજે.  જ. ૩
ગોપતણે ગળે બાંહડી, નટવરજી નાંખી ;એ છબી જોઇ અતિશય ઠરે, અંતરને આંખી.     જ. ૪
બ્રહ્માનંદના નાથની, જળ રમત જોઇને ;રસિયાજીને રાખીએ, નેણુંમેં પ્રોઇને.       જ. પ

મૂળ પદ

જલમેં ઝૂલત શ્યામળો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી