સ્નાન કરીને શ્યામળા, આવો જળ બારા ૪/૪

સ્નાન કરીને શ્યામળા, આવો જળ બારા ;
અંગ લૂઇને કોરં કરું, પ્રીતમજી પ્યારા. સ્ના. ૧
આવીને ઉભા રહો, જળ કેરે તીરે ;
ઘસી ચંદન રાખ્યું ઘણું, કરું લેપ શરીરે. સ્ના. ર
સરવ સખાના સાથને, હેતે કરી હેરો ;
કાજુ જરકસી કોરનું, પીતાંબર પહેરો. ન. ૩
બહુ વિધિ પાક બનાવિયા, રસડાની રીતે ;
આવી જમો અલબેલડા, પીરસું હું પ્રીતે. ન. ૪
મુનિવર જોવા આવિયા, જળક્રીડા તારી ;
વદન કમળ છબી ઉપરે, બ્રહ્માનંદ બલિહારી. ન. પ

મૂળ પદ

જલમેં ઝૂલત શ્યામળો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી