શ્યામ સલૂણે રે, વાઇ સુંદર ઉંચે સાદે ૨/૮

શ્યામ સલૂણે રે, વાઇ સુંદર ઊંચે સાદે ;
નાગ પિયાળે રે, મોહ્યા મોરલીને નાદે.
વેણ વજાડી રે અતિ નૌતમ ગિરિવરધારી ;
વેહેતાં થંભ્યા રે કાલિંદ્રી કેરાં વારિ.
બહુનામીની રે મોરલી તીખે સ્વરે બોલી ;
ડુંગર ડગિયા રે સુણતાં સર્વે મહિ ડોલી.
મહાવન વાઇ રે મોહન વંસી મરમાળી ;
તાન સુણીને રે છૂટી શંકરની તાલી.
બ્રહ્માનંદનો રે વહાલો ઉભા વનમાં આવી ;
વેણ વજાડી રે વ્રજનારીને બોલાવી.

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ��ંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0