વ્રજનો જીવન રે, એમ બોલ્યા કુંજવિલાસી ૫/૮

વ્રજનો જીવન રે, એમ બોલ્યા કુંજવિલાસી ;
અતિશય વાધી રે અબળાને મન ઉદાસી.
બે પરવાહી રે જોયા વનમા હરિને ;
લજ્યા પામી રે રહી હેઠાં વદન કરીને.
ગરજ વિનાનું રે બેઠા બોલે ગિરિધારી ;
તેને સુણીસુણીરે વહે લોચનિયામાં વારી.
એ દુઃખડાનીરે કાંઇ વાત જાય નહીં વરણી ;
નીચું જોઇને રે ખણે* પગ અંગૂઠે ધરણી.
બ્રહ્માનંદના રે વહાલાથી અંતર ખોલી ;
બ્હીક તજીને અબળા ભેળી થઇ બોલી.
* ખણે - ખોતરે

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી