ન ઘટે તમને રે, એવું બોલ્યું બહુનામી ૬/૮

ન ઘટે તમને રે એવું બોલ્યું બહુનામી ;
જીવન મનની રે જાણો છો અંતર જામી.
સગાં કુટુંબી રે તમ સારુ સરવે ત્યાગ્યાં ;
એક તમારા રે ચરણુમેં મન અનુરાગ્યાં.
તીખાં તાને રે સુણી મોરલી શ્યામ તમારી ;
સનમુખ ચાલ્યાં રે અમો લાજ તજી સંસારી.
ખ્વાર કરીને રે હવે બોલો માં ખલતાઇએ ;
પાછાં ઘરમાં રે અમે શું મુખ લઇને જાઇએ.
બ્રહ્માનંદના રે વહાલા મનમાંહી વિચારો ;
નિઃશંક થઇને રે હૈડાનો તાપ નિવારો.

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી