પ્રાણજીવનને રે, વ્રજ ત્રિય ઉભી ચહુ પાસે ૮/૮

પ્રાણજીવનને રે વ્રજ ત્રિય ઉભી ચહુ પાસે ;
સોળ કળા લઇને રે ચંદ્ર ચઢ્યો આકાશે.
વનવેલીની રે શોભા વર્ણવ્યામાં નાવે ;
ગોપીસંગે રે અલબેલો મોહન ગાવે.
ગિરિધર વાઇ રે મોરલી મધુરે સ્વર ઘેરી ;
સુણતા ધીરજરે ન રહી ઈંદ્રાદિક કેરી.
ગાંધર્વ ગાવે રે વિદ્યાધર વાજાં છેડયાં ;
તુંબરૂં સહિતા રે નારદ આવ્યા વણ તેડયાં.
ગજગતિ ચાલે રે વ્રજનારીને મન ગમવા ;
બ્રહ્માનંદનો રે વહાલો, તત્પર થયા રમવા.

મૂળ પદ

શરદ પૂનમની રજની રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી