પ્રીતે હનુમંત દેવને પૂજીએ, સારી પેઠે રે લેઇ તેલ-સિંદૂર ૨/૪

પ્રીતે હનુમંત દેવને પૂજીએ, સારી પેઠે રે લેઇ તેલ-સિંદૂર. હનુ. ૧
દુઃખદાયક દૈત્ય વિદારીયા, સાધુ જનના રે બંધુઅતિ શૂર. હનુ. ર
તપ કીધું બહુ દિન અંજની, ત્યારે આપ્યું રે શિવજી વરદાન. હનુ. ૩
અવતરિયા તે રુદ્ર અગિયારમાં, હાથાળા રે બળીઆ હનુમાન. હનુ. ૪
સુઘ લેવા ગયા જ્યારે સતીની, ત્યારે વેઠયાં રે તન કષ્ટ અપાર. હનુ. પ
સર્વે વલખા* થયા બીજા વાનરા, આપ્યો સહુને રે પોતે આધાર. હનુ. ૬
જ્યારે ઉદધિની રે ઉપર યડીઆ, ત્યારે પૌરુષ્ય રે તનમાં નહિ માય. હનુ. ૭
બ્રહ્માનંદ કહે કપીરાજનો, કાંઇ મહિમા રે વર્ણવ્યો નવ જાય. હનુ. ૮
*મુંઝાયા, વિલા થઇ ગયા.

મૂળ પદ

સર્વે જય બોલો હનુમંતની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી