જોઈ તારા પગમાં રે હો તોડા,
થઈ ગયા શાંત મારા મન કેરા ઘોડા...જોઈ૦ ૧
શોભે છે રૂડાં રે હો ચરણ,
કરતાં ધ્યાન તેનું સુધરે મરણ...જોઈ૦ ૨
અક્ષરધામના રે હો ધણી,
ધન્ય ભાગ્ય મારાં મને તમારી ગણી...જોઈ૦ ૩
દર્શન નવલાં રે હો દીધાં,
ભેટી મને નાથ મારાં અંગ ઠારી દીધાં...જોઈ૦ ૪
મૂર્તિમાં મન મારું રે હો લીધું,
જ્ઞાનસખીને તમે સુખ બહુ દીધું...જોઈ૦ ૫