મોહી હું તો નટવરને વાને, કે કીધી વશ ડોલરિયે કાને રે ૩/૪

મોહી હું તો નટવરને વાને, કે કીધી વશ ડોલરિયે કાને રે...ટેક.
કે ચિત્તડામાં લાગી ચટકી, કે લોક તણી લજ્જા પટકી;
			કે નંદના નંદન સાથે અટકી રે...મોહી૦ ૧
કે જીવ જીવને શું પરણું, કે જેના શિર ઉપર મરણું;
			કે સમરથનું લીધું શરણું રે...મોહી૦ ૨
કે થઈ પુરુષોત્તમથી પ્રીતિ, કે નથી હું લોક થકી બીતી;
			કે જગપતિ વરી હું તો જગ જીતી રે...મોહી૦ ૩
કે અસલ વાત મને ઓળખાણી, કે થઈ મારે સર્વે દુ:ખની હાણી;
			કે પ્રીતમ મુખ રાખ્યું પાણી રે...મોહી૦ ૪
કે સ્થિર થઈ અંતરમાં ઠરિયું, કે કાને મારું મનગમતું કરિયું;
			કે બ્રહ્માનંદનું કારજ સરિયું રે...મોહી૦ ૫
 

મૂળ પદ

લાગ્યો મારે નટવરથી નેડો, હવે મેં તો શિર નાખ્યો છેડો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી