મુંને લાગો રે મુંને લાગો, રસિયા તારો રંગ, ન વરું હું બીજા કોઈને ૩/૪

મુંને લાગો રે મુંને લાગો, રસિયા તારો રંગ, ન વરું હું બીજા કોઈને-મુંને૦ ૧
હું તો આવીશ રે હું તો આવીશ, છેલા તારે સંગ, કુળમર્યાદા ખોઈને-મુંને૦ ૨
આંટી પાડી રે આંટી પાડી, ઉરમાંય અભંગ, મન મતવાલી હોઈને-મુંને૦ ૩
ભાવે ભેટી રે ભાવે ભેટી, અતિ આનંદ અંગ, મનડું રહ્યું છે મોહીને-મુંને૦ ૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના, વહાલા લેહેરી તરંગ, જીવું છું તુજને જોઈને-મુંને૦ ૫
 

મૂળ પદ

હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0