નવ કરીએ રે નવ કરીએ, જગ કેરી લાજ, વરીએ તો સુંદર શ્યામને ૪/૪

નવ કરીએ રે નવ કરીએ, જગ કેરી લાજ, વરીએ તો સુંદર શ્યામને-નવ૦ ૧
સર્વે જૂઠો રે સર્વે જૂઠો, સંસારી સાજ, આપે નહિ આરામને-નવ૦ ૨
તન કરીએ રે તન કરીએ, નટવરને કાજ, સર્વ તજી ધન ધામને-નવ૦ ૩
ઉર ધરીએ રે ઉર ધરીએ, રસિયો ગુણ જહાજ, નિત્ય ગાયે ગુણગ્રામને-નવ૦ ૪
બ્રહ્માનંદનો રે બ્રહ્માનંદનો, વહાલો વ્રજરાજ, હૈડાની પૂરે હામને-નવ૦ ૫
 

મૂળ પદ

હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી