મારે લાગો છે તમ સાથે નેડો, કેમ મેલીશ નટવરજી કેડો રે ૨/૩

મારે લાગો છે તમ સાથે નેડો, કેમ મેલીશ નટવરજી કેડો રે. મારે૦૧
રાખવાને રે મુખનાં પાણીને, મેં તો નેડો કર્યો છે એમ જાણી ને રે. મારે૦ર
હું તો ચાલી છું મતવાલી થઇને, શું કરશે તે દુર્જનિયાં કહીને રે. મારે૦૩
તમ વિના રે બીજું જે જોવું, તે તો ખ્વાર થઇને જીવતર ખોવું રે. મારે૦૪
બ્રહ્માનંદના વહાલા તમ ઓલે, * મેં તો તનડું કર્યું છે તૃણને તોલે રે. મારે૦પ
*આશરે

મૂળ પદ

મારે મંદિરે પધારો રે માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી