ગુણિયલ ગિરિધારી રે ગિરિધારી, હાંરે તારાં છોગલિયાં પર વારી રે. ૨/૪

ગુણિયલ ગિરિધારી રે ગિરિધારી, હાંરે તારાં છોગલિયાં પર વારી રે.      ગુ૦૧
ગજગતિ ચાલ અલૌકિક નિરખી, હાંરે સર્વે ન્યાલ થઇ વ્રજનારી રે.        ગુ૦ર
ચંદન ખોર બિરાજત સુંદર, હાંરે શોભે ભાળ તિલક છબી ભારી રે.  ગુ૦૩
મોતીડાંની ગળે માળ અનુપમ, હાંરે કાને કુંડળ મકરાકારી રે.      ગુ૦૪
બ્રહ્માનંદ વસી ઉર અંતર, હાંરે વહાલા મૂર્તિ મનોહર તારી રે.     ગુ૦પ 

મૂળ પદ

સૈયર સહુ ચાલો રે ચાલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી