પ્રીતમ પાતળિયો રે પાતળિયો, આવી અઢળક મુજ પર ઢળિયો રે. ૪/૪

પ્રીતમ પાતળિયો રે પાતળિયો, આવી અઢળક મુજ પર ઢળિયો રે. પ્રી૦૧
હેત ઘણે મુખ હાસ્ય કરીને, હાંરે આજ મોહન મુજને મળિયો રે. પ્રી૦ર
મેહેર કરી મારે મંદિરિયે, હાંરે કાનો હેતે આવે છે નિત્ય હળિયો રે. પ્રી૦૩
શિવ બ્રહ્મા ઈંદ્રાદિક સરખા, હાંરે વહાલો કોઇથી ન જાયે કળિયો રે. પ્રી૦૪
બ્રહ્માનંદના નાથને ભેટી, હાંરે હવે જન્મમરણ ભય ટળિયો રે. પ્રી૦પ

મૂળ પદ

સૈયર સહુ ચાલો રે ચાલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી