મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે ૨/૪

મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે;
			માથા સાટે વર્યા મેં તો માવ રે, કોઈ મને શું કરશે...૧
હવે બળે છે જગમાં બલાય રે-કોઈ૦ મેં તો ભેટયા છે ભૂધર રાય રે-કોઈ૦ ૨
અતિ આનંદ થયો છે મારે અંગ રે-કોઈ૦ લાગ્યો રસિયાજીનો રંગ રે-કોઈ૦ ૩
થઈ જગમાં અલૌકિક જીત રે-કોઈ૦ લાગી પૂરણ સલૂણા સાથે પ્રીત રે-કોઈ૦ ૪
મારે વાલે દીધું મને માન રે-કોઈ૦ મને કીધી સોહાગણ કાન રે-કોઈ૦ ૫
હવે થયો સંસારીડો ઝેર રે-કોઈ૦ બ્રહ્માનંદને વાલે કીધી મહેર રે-કોઈ૦ ૬
 

મૂળ પદ

વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0