જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું ૩/૪

જોઈ છેલ છબીલાની ચાલ રે, મન મારું લોભાણું;
			વળી ભૂરકી નાંખી છે નંદલાલ રે, મન મારું લોભાણું-૧
સહુ ઘેલી કહે છે સંસાર રે-મન૦ મેં તો નીરખ્યા છે નંદકુમાર રે-મન૦૨
કોઈ શાને કરો છો મારી છેડ રે-મન૦ નહીં મેલું કાનુડાની કેડ રે-મન૦૩
સર્વે ભૂલી છું ઘરડાનું કાજ રે-મન૦એક વહાલા કીધા છે વ્રજરાજ રે-મન૦૪
હવે રટના લાગી છે દિન રાત રે-મન૦ થઈ શિરસાટાની વાત રે-મન૦૫
મને કીધી માનેતી સહુમાંય રે-મન૦બ્રહ્માનંદને વહાલે ઝાલી બાંય રે-મન૦૬
 

મૂળ પદ

વાલા લાગો છો વિશ્વ આધાર રે, સગપણ તમ સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0