જોયું સર્વે જગત તપાસી રે રઢ લાગી, એક પુરુષ દીઠા અવિનાશી રે ૨/૪

	જોયું સર્વે જગત તપાસી રે રઢ લાગી,
		એક પુરુષ દીઠા અવિનાશી રે...રઢ લાગી૦ ૧
બીજી અબળાની સર્વે ટોળી રે-રઢ૦ દીઠું ચૌદ ભુવન લગી ખોળી રે-રઢ૦ ૨
અબળાને તે શું પરણું રે-રઢ૦ માટે બળિયાનું લીધું શરણું રે-રઢ૦ ૩
કાનકુંવરથી સગપણ કીધું રે-રઢ૦ એનું મેણું મેં માથે લીધું રે-રઢ૦ ૪
શીશ નાખ્યો હવે મેં તો છેડો રે-રઢ૦ લાગ્યો નંદનાનંદન સાથે નેડો રે-રઢ૦ ૫
સર્વે અવર પુરુષ પરહરિયા રે-રઢ૦ બ્રહ્માનંદના વાલાને વરિયા રે-રઢ૦ ૬
 

મૂળ પદ

મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી