શું કરશે સંસારી કહીને રે હરિ વરિયા, ચાલી જગ માથે પગ દઈને રે ૩/૪

	શું કરશે સંસારી કહીને રે હરિ વરિયા,
		ચાલી જગ માથે પગ દઈને રે...હરિ૦ ૧
જેમ શૂરો રણમાં ખેલે રે-હરિ૦ શત્રુ સન્મુખ પગલાં મેલે રે-હરિ૦ ૨
થઈ નિ:શંક લડાઈ લેવે રે-હરિ૦ કે દી પાછા પગ નવ દેવે રે-હરિ૦ ૩
એમ સમજીને હું તો ચાલી રે-હરિ૦ મનમાં વરવાની આંટી ઝાલી રે-હરિ૦ ૪
સૌ સાથે તે નાતો તોડયો રે-હરિ૦ હથેવાળો તો હરિશું જોડયો રે-હરિ૦ ૫
બ્રહ્માનંદ કે’ થઈ મતવાલી રે-હરિ૦ માથા સાટે વર્યા વનમાળી રે-હરિ૦ ૬
 

મૂળ પદ

મેં તો સર્વે સંગાથે તોડી રે સાહેલી

મળતા રાગ

ધોળ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી