એવી અંતર આંટી પાડી રે સુણ બેહેની ૪/૪

 

એવી અંતર આંટી પાડી રે સુણ બેહેની, 
ઉખડે નહીં કોયની ઉખાડીરે સુણ બેહેની.
જેમ ચાતક આંટી રાખે રે, સુણ૦ ર વિના સ્વાતિ નીર નવ ચાખે રે. સુ૦ ર
જેમ કેસરી ઘાંસ ન ખાય રે, સુણ૦ સો લાંઘણ કરી મરી જાય રે. સુ૦ ૩
એમ નિશ્ચે વિઠ્ઠલને વરવું રે, સુણ૦ નહીં તો સાવ કુંવારા મરવું રે. સુ૦ ૪
બીજા પુરુષ સામું નવ જોવું રે, સુણ૦ ચિત્ત પાતળિયામાં પ્રોવું રું. સુ૦ પ
બ્રહ્માનંદ કહે પેહેલું વિચારી રે, સુણ૦ પછે વાત કાઢી મેં બારી રે. સુ૦૬

મૂળ પદ

મેં તો સરવે સંગાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી