ચાલો ચાલો રે, સૈયુરનો સાથ, વહાલાની આવી છે વધામણી ૧/૪

ચાલો ચાલો રે, સૈયુરનો સાથ, વહાલાની આવી છે વધામણી.    
આજ ઓઘ વળ્યા છે આનંદના, નિરખીશું રે નેણે નટવર નાથ.    વ૦ ૧
બેહેની પેરો આભૂષણ પ્રેમથી, સજો શોભિતા સુંદર શણગાર.       વ૦ ર
બેહેની મંડળ સહિત આવે મલપતો, કોડીલો રે પ્યારો પ્રાણ આધાર.      વ૦ ૩
સર્વે ભેળી થઇને ભામિની, ગાઇએ ગાઇએ રે સુખ મંગળ ગીત.     વ૦ ૪
બેહેની આપણે મંદિર આવશે, કાનો જાણી રે પૂરવની પ્રીત.      વ૦ પ
ચાલો સાજ લઇને ચોંપથી, જઇને કરીએ રે ખાંતીલાસું ખેલ.       વ૦૬
પ્રાણજીવન પીયુજી પધારશે, બ્રહ્માનંદનો રે પ્રીતમ રંગ રેલ.       વ૦ ૭ 

મૂળ પદ

ચાલો ચાલો રે, સૈયુરનો સાથ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી