સખી ભરીએ રે મોતીડાના થાળ, વધાવા જઇએ શ્યામને ૨/૪

સખી ભરીએ રે મોતીડાના થાળ, વધાવા જઇએ શ્યામને.
સખી જેની રે વાટયું હેરતાં, ચાલી આવ્યા રે ઘેર દીન દયાળ. વ૦ ૧
સખી તોરણ બાંધો ટોડલે, કરીએકરીએ રે ચંદન કેરી ગાર. વ૦ ર
સખી પ્રીતડી કરીને પધારિયા, કોડીલો રે છેલો નંદકુમાર. વ૦ ૩
સખી મોતીડે ચોક પુરાવીએ, લેઇએ લેઇએ રે સામૈયાનો સાજ. વ૦ ૪
આજ અલબેલોજી આવિયા, રંગભીનો રે રસિયો વ્રજરાજ. વ૦ પ
સૌ સરખી મળીને સાહેલડી, ઉડાડો રે અતિ અબીર ગુલાલ. વ૦૬
સખી બ્રહ્માનંદનો સાહેબો, લટકાળો ર આવ્યા નંદલાલ. વ૦ ૭

મૂળ પદ

ચાલો ચાલો રે, સૈયુરનો સાથ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી