મારે હૈડે રે હેલી હરખ ન માય, પધાર્યા સુંદર શ્યામળો ૩/૪

મારે હૈડે રે હેલી હરખ ન માય, પધાર્યા સુંદર શ્યામળો.
દીસે ગોકુળિયું રળિયામણું, આજુની રે શોભા કહીં નવ જાય. પ૦ ૧
મારો ધરણી તે પગ ટકતો નથી, ચડિયું મુખડે રે હેલી નૌતમ નૂર. પ૦ ર
બની નવલ શોભા મારા ધામની, ઉગ્યો ઉગ્યો રે સોના કેરો સૂર. પ૦ ૩
હું તો નીર ઉંને નવરાવીને, રૂડાં આપું રે ભોજનિયાં રસાળ. પ૦ ૪
ચરચું કેસર ચંદન શ્યામને, પહેરાવું રે મોતીડાંની માળ. પ૦ પ
મારો જીવન જન્મ સુધારિયો, વહાલે કીધાં રે હેલી પાવન નેણ. પ૦૬
આવી રસિયોજી રંગ રાખિયો, છોગાંવાળે રે બ્રહ્માનંદને સેણ. પ૦ ૭

મૂળ પદ

ચાલો ચાલો રે, સૈયુરનો સાથ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી