ચાલો જાઇએ વહાલાને વધાવવા, ચાલો જાઇએ વહાલાને વધાવવા ૧/૪

ચાલો જાઇએ વહાલાને વધાવવા, ચાલો જાઇએ વહાલાને વધાવવા ;    
પધાર્યા રે કાનો જીવન પ્રાણ, જાઇએ વહાલાને વધાવવા.      
આવ્યા વાટ જોતાં અલબેલડો, છોગાળો રે છેલો ચતુર સુજાણ.    જા૦ ૧
કુંભ કનકના ભરીએ નીરથી, માંહી નાંખો રે બેની મંગળ સાજ.     જા૦ ર
સામાં જાઇએ ઉપાડીને ચોંપથી, મેલીને રે બેની લોકની લાજ.      જા૦ ૩
કરશું આડકેસર કુમકુમ ચાંદલો, ચોખલિયા રે ચોડીશું ભાલ.       જા૦ ૪
આવ્યા પ્રાણજીવન ઘેર પ્રોણલા, * લટકાળો રે રસિયો નંદલાલ.   જા૦ પ
પહેલું અત્તર ચરચું અંગમાં, પહેરાવું રે મોતીડાં કેરો હાર.         જા૦૬
બેહેની પ્રીતે કરીને પોંખીએ, બ્રહ્માનંદનો રે વહાલો નંદકુમાર.      જા૦ ૭

*પ્રોણલા - પરોણાં - મહેમાન 

મૂળ પદ

ચાલો જાઇએ વહાલાને વધાવવા

મળતા રાગ

હેલી જોને આ નંદ કુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0