બેહેની શ્યામ સુંદર ભલે આવિયા, બેહેની શ્યામ સુંદર ભલે આવિયા ૪/૪

બેહેની શ્યામ સુંદર ભલે આવિયા, બેહેની શ્યામ સુંદર ભલે આવિયા ;
મારાં સરિયાં રે સર્વે પૂરણ કાજ, શ્યામ સુંદર ભલે આવિયા.
આવી બેઠા વહાલો મારે ઓરડે, આનંદની રે હેલી મારે આજ. શ્યા૦ ૧
મેં તો ફૂલડે તે છાંયો માંડવો, મોતીડે રે પુરાવ્યા છે ચોક. શ્યા૦ ર
છોગાંવાળે રંગીલે શ્યામળે, ગોકળિયું રે કીધું ગોલોક. શ્યા૦ ૩
રૂડાં ભોજન જમાડયાં ભાવતાં, મનગમતા રે દીધા મુખવાસ. શ્યા૦ ૪
પ્યારો પલંગ ઉપર પધરાવિયા, લઇ વીંઝણો રે ઉભી હું તો પાસ. શ્યા૦ પ
ભાવે કરીને ભૂધરજીનાં ભામણાં, મેં તો લીધાં રે મરજાદાને મેલ. શ્યા૦૬
બ્રહ્માનંદને વહાલે અલબેલડે, રંગભીને રે વાળી રંગની રેલ. શ્યા૦ ૭

મૂળ પદ

ચાલો જાઇએ વહાલાને વધાવવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0