મુનિને ત્યાં જ મેલી રે, ગયા આરાંભડે રે ૩/૪

મુનિને ત્યાં જ મેલી રે, ગયા આરાંભડે રે ;
ચોંપ કરી છાપું લીધી રે, સર્વે પૈસા વડે રે.
ગયા પછે વહાણે બેસી રે, કે શંખોદ્ધારમાં રે ;
પૈસા દઇ દર્શન પૂજા રે, કીધાં બહુ પ્યારમાં રે.
કીધી નિજ દ્રવ્ય પ્રમાણે રે, તીર્થ વિધિ શોભતી રે ;
પંચદિન રહી મુનિ સારુ રે, આવ્યા પાછા ગોમતી રે.
ત્રિયાધન ત્યાગી મુનિને રે, નહાવા નવ દીધલા રે ;
નહાવા સારુ તીન અપોશણ રે, મુનિવર કીધલા રે.
હરિ ઇચ્છા એવી જ જાણી રે, આવ્યા આરાંભડે રે ;
બ્રહ્માનંદ કહે ઉતારો રે, મળ્યો ચોરે લાંઘણે*રે.
*'લાંઘણચોરો' જ્યાં પૈસા વિનાના યાત્રાળુઓ ભૂખ્યા પડ્યા રહે છે.

મૂળ પદ

જદુપતિ જોવાને કાજે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી