પામે દુઃખ તીરથવાસી રે, ત્યાં તો અતિશે ઘણું રે ૪/૪

પામે દુઃખ તીરથવાસી રે, ત્યાં તો અતિશે ઘણું રે ;
ધન વિના છાપ ન આપે રે, કરે બહુ લાંઘણું રે.
વિના અન્ન વ્યાકુળ ક્ષુધા રે, લુટાણાં વાટમાં રે ;
બાળ વૃદ્ધ બરકાં પાડે રે, બેઠા ઉચ્ચાટમાં રે.
કૂટે પેટ શિશ પછાડે રે, લોટે કંઇ ભૂતળે રે ;
ગરીબનું ગામનાં વાસી રે, કહ્યું નવ સાંભળે રે.
મડાંની પેરે પડીઆ રે, આંખ્યું ગઇ ઊંડિયું રે ;
તો પણ છાપ દેનારા રે, ગાળ્યું બોલે ભુંડિયું રે.
દયાનો લેશ મળે નહીં રે, કોઇને અંતરે રે ;
બ્રહ્માનંદ કહે મુનિની રે, સૌ હાંસી કરે રે.

મૂળ પદ

જદુપતિ જોવાને કાજે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી