તું જેવા ત્યાગી અમે જાણું રે, રાખ છે કંથામહીં નાણું રે ૨/૪

તું જેવા ત્યાગી અમે જાણું રે, રાખ છે કંથામહીં નાણું રે.
કંથા મુનિ દીધી તે હાથે રે, જોઇ પટકી પૃથ્વી માથે રે.
જટામાં જ્યાંત્યાં કરી રાખે રે, સાધુ કોઇ ન હોયે ધન પાખે રે.
અમેં તો નહીં સાધુ આવા રે, સ્વામિનારાયણના બાવા રે.
જ્યારે તું સ્વામીનો સાધુ રે, ત્યારે તો લેશું ધન બાઘું રે.
બ્રહ્માનંદ કહે બોલે હાસે રે, બહુ છે ધન સ્વામી પાસે રે.

મૂળ પદ

મુનિ કહે વાત હિયે લાવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી