સચ્ચિદાનંદ તું જા સુખરૂપે, માની વાત સત્ય મારી રે ૨/૪

સચ્ચિદાનંદ તું જા સુખરૂપે, માની વાત સત્ય મારી રે ;
ગોમતી તીરે કૌશલવાસી, વાટ જુએ છે તારી રે,
એમ કહી અંતરધ્યાન થયા હરિ, અખિલબ્રહ્માંડના ઇશ રે
સચ્ચિદાનંદ ત્યાંથી ઉઠી ચાલ્યા, વચન ચઢાવી શિશ રે.
પોતાના ગુરુની કરુણાનું, મુનિવરે ફળ માની લીધું રે ;
કૌશલવાસી વિપ્રને કાજુ, દર્શન સુંદર દીધું રે.
એક બીજાને ખબરુ પૂછી, કહ્યું ન કહ્યું વરતાંતરે ;
દ્વાદશી કેરાં પારણાં કીધાં, સૌએ મન થઇ શાંત રે.
તે નિશિ રહી ત્યાંથી ઉઠી ચાલ્યા, દ્વારિકાના ગુણગાવે રે ;
બ્રહ્માનંદ કહે સૌને સ્વપ્નમાં, દેખાય હરિ સાથે આવે રે.

મૂળ પદ

સચ્‍ચિદાનંદના વચન સુણીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી