એ રીતે સૌ ગઢપુર આવ્યા, ટાણું સભાનું જાણી રે ૩/૪

 

એ રીતે સૌ ગઢપુર આવ્યા, ટાણું સભાનું જાણી રે ;
દંડવત્‌ નમન કર્યું સદ્‌ગુરુને, સૌની તે ભકિત વખાણી રે.
સ્નાન છાપ દર્શનની રીતિ, મુનિવર કહી વિસ્તારી રે ;
ત્યાગી સુણી ઉદાસ થયા અતિ, ચિંતા વાધી ભારી રે.
વર દીધાની વાત કહી ત્યારે, પ્રસન્ન થયા સહુ ત્યાગી રે ;
સદ્‌ગુરુ અતિ સત્કાર કર્યો તેનો, તું સાધુ બડભાગી રે.
મુનિ કહે મુજને શ્રીહરિ મળીયા, સર્���ે પ્રતાપ તમારો રે ;
સ્વામી સર્વે સંગ લઇ, વરતાલ પધાર્યાનું ધારો રે.
સ્વામી પ્રસન્ન થઇને બોલ્યા, જાવું જરૂર વરતાલે રે ;
બ્રહ્માનંદના નાથને દર્શને, ગયા વિના નવ ચાલે રે.

મૂળ પદ

સચ્‍ચિદાનંદના વચન સુણીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી