દ્વારિકાધીશનો ઉત્સવ સૌને, સ્વામી કહે સંભળાવો રે ૪/૪

દ્વારિકાધીશનો ઉત્સવ સૌને, સ્વામી કહે સંભળાવો રે ;
ફૂલદોલ ફાગણ શુદી પુનમ, સૌ વરતાલે આવો રે.
ત્યાગી ગૃહી બાઇ ભાઇને સંગ લઇ, અચરત વાત ઠેરાવી રે ;
પત્ર લખી દેશ પ્રદેશે, સૌને તે ખબર કરાવી રે.
તે રાત્રિ હરિ સ્મરણ કરતાં, સર્વે સાધુ સોયા રે ;
લક્ષ્મી સહિત વરતાલે જાતા, સ્વપ્નામાં સહુ જોયા રે.
પ્રાત ઉઠી સર્વે સંત વારતા, સદ્‌ગુરુને સંભળાવી રે ;
સ્વામી કહે અ સત્ય વારતા, મનમાં અમારે ભાવી રે.
બ્રહ્માનંદ કહે હરિજન સંગ, અંતર અતિ આનંદ રે ;
સપ્તમ દિન ગઢપુર થકી ચાલ્યા, સ્વામી શ્રીસહજાનંદ રે.

મૂળ પદ

સચ્‍ચિદાનંદના વચન સુણીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી