દ્વારામતીથી રે, તે દી વરતાલે આવ્યા ૨/૪

દ્વારામતીથી રે, તે દી વરતાલે આવ્યા ;
રુક્મણી સહિતા રે, હરિ સંત તણે મન ભાવ્યા.
હરિજન મળીયા રે, બહુ દેશના બહુ હરખે ;
લક્ષ્મીનારાયણ રે, રુપે શ્રીકૃષ્ણને નીરખે.
છેલ છોગાળો રે, રણછોડ વરતાલે વસિયા ;
સ્વપ્ને સૌના રે, જોઇ વદન કમળ વિકસિયા.
ઉત્સવ કીધો રે, ફૂલડોલતણો અતિ ભારી ;
શિષ્યો સહિત ત્યાં રે, સ્વામી પૂજ્યા મોરારી.
દ્વારામતીથી રે, જ્યારે કૃષ્ણ વરતાલ સુહાવ્યા ;
ત્યારે સર્વે રે, સામગ્રી સાથે લાવ્યા.
ધારતલાઇ રે, ત્યાં ગોમતી સ્થાપી દીધી ;
બ્રહ્માનંદ કહે રે, વરતાલ દ્વારિકાં કીધી.

મૂળ પદ

ઉત્‍સવ ઉપરે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી