અડખેપડખે રે, રહ્યાં તીરથ બીજાં આવી..૩/૪

     ૬૩૭       પદ  : ૩    

અડખેપડખે રે, રહ્યા તીરથ બીજાં આવી ;               

સૌથી અધિકી રે, વરતાલ હરિને મન ભાવી.         ૧

સ્વામીને સ્વપ્ને રે, કહ્યું વચનદ્વારિકાનાથે ;             

આયુધ મારાં રે, લઈ છાપો સૌને હાથે.                 ર

જે અહીં આવી રે, લઈ છાપું ગોમતી નહાશે ;         

તે જગ જીતી રે, મારા ધામનો વાસી થાશે.          ૩

વચન હરિનાં રે, સ્વામી મસ્તક ધારી લીધાં ;         

પ્રભુને વચને રે, સહુ નર ત્રિય અંકિત કીધાં.          ૪

વાસુદેવ ચોથે રે, પૂન્નયા અતિ કોડ કરીને ;            

વિમલા અગિઆરસ રે, વળી અરચ્‍યા તેજ હરિને. પ

મહિનો રહીને રે, સૌને ઉર હરખ વધાર્યા ;                

બ્રહ્માનન્દ કહે રે, સ્વામી ગઢપુરમાંહી પધાર્યા.    ૬

 

મૂળ પદ

ઉત્‍સવ ઉપરે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી