વહાલાજીની વાતુ જાણી રે, ઉધાજી ! અમે વહાલાજીની વાતુ જાણી ૪/૪

વહાલાજીની વાતુ જાણી રે, ઉધાજી ! અમે વહાલાજીની વાતુ જાણી. ટેક.
બળી જેવો જોદ્ધો બળિયો, છોકરાને વેશે છળિયો ;
કહો એ જેવો કુણ કળિયો રે. ઉધા૦ ૧
નારી વિના દુઃખ જોઇને, સુર્પનંખા આવી મોહીને ;
કાન નાક ગઇ ખોઇને રે. ઉધા૦ ર
વૃન્દાને છળીને બાળી, વેદની મરજાદા ટાળી ;
વૈધ્યો બાણે કરી વાળી રે. ઉધા૦ ૩
બ્રહ્માનંદ કહે દૈત્ય મારી, લાવ્યા ઘરે સીતા નારી ;
તેને કાઢી મૂકી બહારી રે. ઉધા૦ ૪

મૂળ પદ

કાનજી શું કહી મેલ્‍યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી