મોરલી મધુરી વાઇ રે, , મોરલી મધુરી વાઇ ૧/૪

મોરલી મધુરી વાઇ રે, મોરલી મધુરી વાઇ ;
મોરલી મધુરી વાઇ રે, કાનડે વહાલે મોરલી મધુરી વાઇ. ટેક.
આ બંસી બહે છે અમૂલી રે, અંગોઅંગ સુણી ફૂલી ;
ઘરડાંનો ધંધો ભૂલી રે, કાન૦ ૧
સાંભળતામાં શુદ્ધ વિસારી રે, મોહી લીધી વ્રજ નારી ;
આ બંસી અતિ કામણગારી રે, કાન૦ ર
આ બંસીના જે નર ભોગી રે, વિષયના નહીં હવે રોગી ;
જાણે ભેદ વિરલા જોગી રે, કાન૦ ૩
એવો મર્મ બંસી માંયે રે, સુણે જે કોઇ ચિત્ત લાયે ;
બ્રહ્માનંદ બ્રહ્મ થાયે રે, કાન૦ ૪

મૂળ પદ

મોરલી મધુરી વાઇ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી