નંદના નંદન સાથે, પ્રીતડી બંધાણી રે ૧/૮

નંદના નંદન સાથે પ્રીતડી બંધાણી રે ;
મીઠું મીઠું બોલી મારું મન લીધું તાણી રે. નંદ૦ ટેક.
રંગના રંગીલા કેરી બંસી વનમાં વાગી રે ;
ધીરજ રહી ન, હું તો ઝબકીને જાગી રે. નંદ૦ ૧
મોરલીમાં મંત્ર ભણી, કાંઇ મુને કીધું રે ;
લટકાળે મન મારું, લટકામાં લીધું રે. નંદ૦ ર
તનડું વેંધાણું મારું, ઘાયલ થઇ છું રે ;
કોડીલા કાનાને દેખી, મોહીને રહી છું રે. નંદ૦ ૩
ગુંગે જેમ ગુડ ખાધો, તે તો શું વખાણે રે ;
બ્રહ્માનંદ કેરો વહાલો, અંતરની જાણે રે. નંદ૦ ૪

મૂળ પદ

નંદના નંદન સાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી