મંદિર પધાર્યા રે મોહન મન ગમતા ૨/૪

 મંદિર પધાર્યા રે, મોહન મન ગમતા;
	બંસી વાતા રે, રસિયો રંગ રમતા...ટેક.
આવીને આંગણામાં રે, ઊભા ઓચિંતા અલબેલ;
હું જાગી પ્રીતમ ગલ લાગી, મચી છે રંગની રેલ;
	રૂપે રૂડા રે, કોમલ પદ ક્રમતા...મંદિર૦ ૧
નૌતમ ચાલ ખ્યાલ પુનિ નૌતમ, રાજત નૌતમ રીત;
નૌતમ લાલ નીરખતા સજની, પૂરણ વાધી પ્રીત;
	આનંદ વાધ્યો રે, ગઈ સબ ઉન્નમત્તા...મંદિર૦ ૨
ચમકા કરતી ચાંખડી પગે, છડી જડી નંગ હાથ;
જરકસી પાઘ જરીમય જામો, નીરખ્યા દીનાનાથ;
	લોભિત નેણાં રે, શોભિત લાવણ્યતા...મંદિર૦ ૩
અદ્ભુત રૂપ અજબ આભૂષણ, નટવર નંદકુમાર;
બ્રહ્માનંદ પ્રગટ પ્રીતમ પર, વારી વારમવાર;
	ભૂધર ભેટયા રે, થઈ અંતર સમતા...મંદિર૦ ૪ 
 

મૂળ પદ

આજ મેં તો ભેટ્યા રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સાંવરિયો મોરો રે પ્યારો
Studio
Audio
0
0