મોટો મહિમા રે, રે, જગમાં હરિજનનો, .૩/૪

મોટો મહિમા રે, જગમાં હરિજનનો,
મોહ નિવારે રે, દુષ્કર આ મનનો ; ટેક૦
અગમ અગાધ સ્વરૂપ અગોચર, વદત નેતિ કરી વેદ,
પ્રગટ પ્રમાણ હરિ પુરુષોત્તમ, સાધુ જાનત ભેદ ;
વેરો ભાંગો રે મનકૃત ભિન્નભિન્નનો. મોટો૦ ૧
સાધે પ્રાણ સમાધિ ચડાવે, આસન દ્રઢ એકાંત,
મનની ભ્રમણા તબ મીટે, જબ ભેદ બતાવે સંત ;
તેને સંગે રે, અધ્યાસ ટળે તનનો. મોટો૦ ર
અડસઠ તીર્થ કરી ફરી આવે, દેત વિધિવત્‌ દાન,
સતસંગ બિન સમઝે નહીં, કોઇ સાચી વાત નિદાન ;
સંશય ભાંગે રે, અંતર પાપ-પુણ્યનો. મોટો૦ ૩
શ્રુતિ-સ્મૃતિ સબહી મિલ ગાવત, સંતસમાગમ સાર,
ભવસાગર તરવાને કારણ, નાવ રચ્યો કિરતાર ;
બ્રહ્માનંદ શરણો રે, ન તજીએ સંત ધનનો. મોટો૦ ૪

મૂળ પદ

આજ મેં તો ભેટ્યા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0