હરિજન સંગે રે રહે હરિ તરત મળે ૪/૪

 હરિજન સંગે રે, સ્વે હરિ તરત મળે,
	આનંદ વાધે રે, ભ્રાંતિ સર્વે ટળે...ટેક.
અષ્ટસિદ્ધિ નવનિધિ આદિ સબ, ચૌદ લોક સુખ સોય;
આરત જનને આ ભવમાંહી, સંત સમો નહીં કોય;
	આતુર જાણી રે, હરિજન અઢળ ઢળે...હરિ૦ ૧
કલ્પતરુ પારસ ચિંતામણિ, ઉપમા સબ અલપાન;
વે પ્રાપત વિષયા સુખદાયક, વે કરે આપ સમાન;
	જેને સંગે રે, અક્ષર માંહ્ય ભળે...હરિ૦ ૨
કાયા ક્લેશ કરતા કેદી, નવ ટળે ભવ પાશ;
આ ભવસાગર પાર ઉતારે, હરિ કે હરિકો દાસ;
	સંત સમાગમ રે, જાયે ત્રિય તાપ ટળે...હરિ૦ ૩
માયાનો જન તો જ મટે, જો હરિજન શરણે જાય;
બ્રહ્માનંદ કહે વાર ન લાગે, તરત જીવ શિવ થાય;
	મહાપદ પામી રે, પાછો કેદી ન વળે...હરિ૦ ૪ 
 

મૂળ પદ

આજ મેં તો ભેટ્યા રે

મળતા રાગ

કાફી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
1
0