સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો, આવ્યો મારે સુખનો દિવસ રૂડો આજ, ૧/૧

સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો,
આવ્યો મારે સુખનો દિવસ રૂડો આજ,
રખેને દિવસ આથમે...                                ટેક
આજ હું તો ડુબી છું વાલમજીની વાતમાં,
આજ સુખ મળ્યું છે પીયુજીનું એકાન્તમાં,
જોજો મારો પીયુ ચાલ્યો ન જાય...               ૨ખે૦ ૧
આવો દિવસ ઉગે છે કોઇક તિથીએ,
આજ વાલાજીથી યોગ કર્યો વિધિએ,
જોજો મારો લુટાય જાય નહિ માલ...            ૨ખે૦ ૨
માણું આનંદ અનેરો સહજાનંદમાં,
પડી હું તો નાવલિયાના નવલા આ નેહમાં,
રહે મારો પીયુ જ્ઞાન મારી સાથ...                  ૨ખે૦ ૩
 

મૂળ પદ

સૂરજ ધીમા રે ધીમા રે તમે હાલજો, આવ્યો મારે સુખનો દિવસ રૂડો આજ,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
1