રંગભીના આવો વહાલમ લહેખરડા રે..૨/૪

રંગભીના આવો વહાલમ લહેખરડા રે, રં૦
મોતીડાની ગળે માળ પહેરાવું, કરમાં પેહેરાવું કાના કનક કડાં રે. રં૦ ૧
કુંડલિયાં કાને લટકાવું, બાંહી લટકાવું કાજુ, બેરખડા રે. રં૦ ર
દિન દિન તમને જોઇને ડોલરિયા, ચિત્તડું લીએ છે મારું અધિકચડા રે. રં૦ ૩
બ્રહ્માનંદના નાથ ઉછાળો, દિલડું લેવાને કાજે ફૂલદડા રે. રં૦ ૪

મૂળ પદ

અલબેલા આવો મારે ઓરડીયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી