છેલ તમ પર વારી શામળિયા રે..૩/૪

છેલ તમ પર વારી શામળિયા રે,  છે૦
હરિવર હાથ ગ્રહ્યો હસી મારો, પ્રીતમજી વચને પળિયા રે. છે૦ ૧
મનમોહન તમને વારી મળતાં, તનડાના તાપ સર્વે ટળિયા રે. છે૦ ર
મેઘતણી પેરે મારે મંદિરિયે, બહુનામી આવો બળિયા રે. છે૦ ૩
બ્રહ્માનંદના નાથ ન મેલું, શ્યામ અંતરમાં સાંકળિયાં રે. છે૦ ૪ 

મૂળ પદ

અલબેલા આવો મારે ઓરડીયે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી