દેતા ચરણ છાતીમાં રે, કેસરમાં ભીના કરી ૨/૪

દેતા ચરણ છાતીમાં રે, કેસરમાં ભીના કરી;
ભેટતા ભીડી ભૂજામાં રે, સુંદર કર શિર ધરી. ૧
આડસોડીએ ઓઢી રે, કર કેડે દઇને;
જોતા આવતા જીવન રે, રૂમાલ માથે લઇને. ર
હરિજન હાર લઇને રે, છેટે આવતા ભાળી;
જાતા સામા ચાલિ રે, પેરતા નીચા વળી. ૩
છીંકતા સુખકારી રે, રૂમાલ મુખે દઇને;
જીભ દાબતા જીવન રે, દાંત વચ્ચે લઇને. ૪
ઘોડલા ખેલાવતા રે, તોરા પાઘમાં મેલી;
ફૂલ વરસતાં વાંસે રે, સ્વેદ ચાલતાં રેલી. પ
ખભે આંટો લઇને રે, કમર કસીને છેલો;
હાર ધારી ગુલાબના રે, પીરસતા અલબેલો. ૬
લ્યો લાડુ મહારાજ રે, કેતા ધેરે રાગે કરી;
બે બે હાથમાં લઇને રે, પીરસતા અલબેલો. ૭
નીર ઉને નાતા રે, બાજોઠ મેલ્યા ઢાળી;
બિરાજતા ઉપર રે, વાલો આસન વાળી. ૮
ચોળતા અંગે અતર રે, મુકુંદ બહ્મચારી;
લોટા ભરીને હાથે રે, વાલો ઢોળતા વારી. ૯
નાહી સાથળ વચ્ચે રે, ખેસ ને નિચોતા;
ભૂમાનંદ નો નાથ રે, રૂમાલે મુખ લોતા. ૧૦

મૂળ પદ

અતિ ચાલ્‍ય ઉતાવળી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી