પાઘના પેચ ઝુકતા રે, ભમર ઉપર આવી..૪/૪

પાઘના પેચ ઝુકતા રે, ભમર ઉપર આવી;
છોગા સુંદર મેલી રે, બાંઘતા બનાવી. ૧
અંગરખી અનુપમ રે, કમર કસતા પટકે;
સુંથણીમાં સુંદર રે, નાડી હીરની લટકે. ર
ગુલાબના ફૂલમાં રે, ગરકાવ થઇ રેતા;
હાર હરિજનોના રે, નેતર છડીયે લેતા. ૩
ધુન્ય કરતા અતિશય રે, પ્રભુ પાડતા તાળી;
ઘેરો રાગ કાઢીને રે, મનોહર વનમાળી. ૪
સાન કરતા કરની રે, સર્વે સામું જોઇને;
પાઘ જાલીને લાગતા રે, પગે સર્વે કોઇને. પ
મોઢા આગે મસાલો રે, ઝર ઝર બહુ બળતી,
ગાદી તકીઆ ઉપર રે, વાલો બેસીને વળતી. ૬
બહ્મવિદ્યાની વાતો રે, સભામાંઇ કરતા;
એના મુખ-કમલથી રે, કેવળ અમૃત ઝરતા. ૭
મહારસ મેં વહેંચ્યો રે, પીઓ સહુ નરનાર;
નારાયણ-ચરિત્ર રે, સંક્ષેપે કહ્યું સાર. ૮
નારાયણ અવતારે રે, લીલા અદ્‌ભૂત કરી;
એના ચરિત્ર સાગરમાં રે, મેં તો એક ચાંચ ભરી. ૯
સુંણસે વિચારસે રે, હેત કરી જે ગાશે;
ભૂમાનંદ નો સ્વામી રે, તેને તેડી જાશે. ૧૦

મૂળ પદ

અતિ ચાલ્‍ય ઉતાવળી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી