જાણ્યા નહિ જગદિશ કારજ તારૂં શું સર્યુ, ૨/૪

જાણ્યા નહિ જગદિશ કારજ તારૂં શું સર્યુ .... ટેક
કરવાનું જે હતું તે તો કાંઇયે ન કર્યુ......
ઉજડગાંમનું પોતુ પામર પ્રાણી તેં ભર્યું.....
નાતીલાને નોરે ચાલ્યો બોલે છે ફર્યું.....
પ્રગટ પ્રભુ કેરૂ નામ કાને નવ ધર્યું....
માનને ધોડે ચડ્યો મુરખ અંતર ના ઠર્યું.....
ભૂમાનંદ કહે ભૂંડા તારૂં જીવિત જર્યું....

મૂળ પદ

મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી