કાન ગોવાળે, કાન ગોવાળે, કાન ગોવાળે, કીધી વશ કાન ગોવાળે ૩/૪

 

કાન ગોવાળે, કાન ગોવાળે, કાન ગોવાળે,
કીધી વશ કાન ગોવાળે, 
સલૂણે નેણને ચાળે રે, કીધી વશ કાન ગોવાળે. ટેક.
આડી આડી મેટે જોઇ, ચિત્તડાંને લીધું પ્રોઇ ;
છબીલે રંગ ભરેલે, છેલ છોગાળે. કીધી૦ ૧
અંતર ભરેલો અંગે, અતિ ઉછરંગે ;
અલવ કરંતો ઉભો, નીર ઉછાળે. કીધી૦ ર
મોતીડાનો તોરો માથે, હેમ કેરી પોંચી હાથે ;
ભ્રુકુટી પ્રેમ ભરેલી, ભાવથી ભાળે. કીધી૦ ૩
બ્રહ્માનંદ રે બેલી, માથે રુડાં છોગલાં મેલી ;
રસીલો રંગડો ઢાળે, મુખ રુપાળે. કીધી૦ ૪

મૂળ પદ

કાનસેં નેડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0