મળ્યા છો તમે મને, શ્રી હરિ જ્યારથી, હૈયે સુખ અપાર ૧/૧

મળ્યા છો તમે મને, શ્રીહરિ જ્યારથી, હૈયે સુખ અપાર,
આનંદ આનંદ, અંગો રે અંગમાં, પામી તમારો પ્યાર.
જીવનમાં મારે કાંઇ જોઇતું નથી, પામીને તને કાંઇ બાકી નથી..... ટેક.
મહામોટા તમે આજ મળીયા મને, પિયા રાજી છું હું અતિ રાજી રાજી,
તમે સર્વોપરિ સુખકારી હરિ, તારા ગુણલા ગાઉ હું તો ગાજી ગાજી,
બીજુ મુખથી હવે, કાંઇ ગાતી નથી...પામીને૦ ૧
તારી ઇચ્છા હરિ થઇ ઇચ્છા મારી, પ્રારબ્ધ મારૂ હરિ ઇચ્છા તારી,
તારી મૂર્તિ પિયા મને પ્યારી પ્યારી, તને વિસરી શકું નહિ વિસારી,
મેલી તમને વૃત્તિ, કયાંય જાતી નથી...પામીને૦ ૨
કહે જ્ઞાનસખી વાલા કાને ધરો, આપો પાત્રતા હે પીયુ દયા કરો,
જેજે આપ્યું હરિ તમે પ્રેમે કરી, એને જીરવી શકું એવી કૃપા કરો,
મળી પ્રાપ્તિ મને, જીરવાતી નથી...પામીને૦ ૩

મૂળ પદ

મળ્યા છો તમે મને, શ્રીહરિ જ્યારથી

મળતા રાગ

જીવનમેં પિયા તેરા સાથ રહે...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી