મોઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા ૧/૧

મોંઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા,
ભલે ઘેરે આવ્યા આ સંતો સાથે લાવ્યા... ટેક
આજ આનંદ મારે અંગે, રે'શુ હેતાળાને સંગે;
લેશુ લાભ અતિ ઉમંગે રે... આજ૦ ૧
મને દાસી જાણી તારી, નિત્ય કરજો લીલા ન્યારી;
લેશુ લીલા હૈયે ધારી રે... આજ૦ ૨
આ સર્વે છે તમારંુ, એમાં કાંઇ નથી મારંુ;
હું તન મન આતમ વારંુ રે... આજ૦ ૩
અમે સર્વે થયા રાજી, તારા ગુણલા ગાશું ગાજી;
તમે આવ્યે જીત્યા બાજી રે... આજ૦ ૪
અમ આંગણ પાવન કીધું, દઇ દર્શન સુખડંુ દીધું;
મારા મનનું ગમતું કીધંુ રે... આજ૦ ૫
અહિ રહેજો હૈયે ઠરી, મને ગણજો દાસી હરિ;
મને અઢળક રાજી કરી રે... આજ૦ ૬
આ જ્ઞાનસખી છે તારી, એને દેશોમાં વિસારી;
સદા રાખીશ હું સંભારી રે... આજ૦ ૭

મૂળ પદ

મોંઘેરા હે માવ આજ ભલે ઘેરે આવ્યા

મળતા રાગ

મોડેરી મધરાતે રે માં..

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી