Logo image

મારે આંગણે પધાર્યા મહારાજ, અહો ધન્યભાગ્ય મારાં

મારે આંગણે પધાર્યા મહારાજ, અહો ધન્યભાગ્ય મારાં;
           આવો આવો પધારોને આજ, પ્રિયતમ પ્રાણ મારા...ટેક.
           નાચી-કૂદી ગાવો, હરિને વધાવો;
                     મૂકી દો સહુ લોકલાજ...અહો૦ ૧
શરણાઈ વગાડો, ઢોલ વગાડો;
                     વગાડો ઝાંઝ પખાજ...અહો૦ ૨ 
માયા ગયા તરી, ચિંતા નહિ જરી;
                     ક્યાંથી મળે રાજાધિરાજ...અહો૦ ૩ 
કોટિ જન્મનાં, પુણ્ય ફળ્યાં જ્યારે;
                     ત્યારે આવ્યા ઘેર મહારાજ...અહો૦ ૪ 
અહો મારા વ્હાલા, હરિ મતવાલા;
                     તજું તારે માટે સમાજ...અહો૦ ૫ 
જ્ઞાનજીવન કહે, સર્વ જાણો છો;
                     સર્વોપરી છો સુખસાજ...અહો૦ ૬

swaminarayan old kirtan creator,event,place,book etc.. image
ભાવ :
વધામણ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
swaminarayan old kirtan creator,event,place,book etc.. image
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
જો તમારી પાસે આ કીર્તનનો કોઈ રેકોર્ડિંગ હોય અને હરીભક્તો માટે તેને શેર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમને મોકલાવો.
કોઈ કીર્તન નથી!
www.swaminarayankirtan.org © 2026