રે ગઇ’તી ગાવલડી દોવા, મીસે મુખ મોહનનું જોવા રે ૨/૪

રે ગઇ'તી ગાવલડી દોવા, મીસે મુખ મોહનનું જોવા રે. ગ૦ ટેક.
રે છાંનીછાંની લોકતણી લાજે, ચાલી હું તો કાનકુંવર કાજે રે. ગ૦ ૧
રે મુજપર અઢળક ઢળિયા, વહાલો શ્યામ શેરડીએ મળીયા રે. ગ૦ ર
રે કોડીલે ડોલરીએ કાને, રાખી મુને સમજાવી સાને રે. ગ૦ ૩
રે તેની નહીં ગમ બીજા કોઇને, વળી બ્રહ્માનંદનો વહાલો જોઇને રે. ગ૦ ૪

મૂળ પદ

રે વેચાણી હું હરિવરને હાથે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી