ગોવાલીડે ઘેલી કીધી રે, કાનુડે વેણ વજાડીને ૧/૪

ગોવાલીડે ઘેલી કીધી રે, કાનુડે વેણ વજાડીને ; 
લટકામાં વશ કરી લીધી રે, ઉભી છું હેલ ઉપાડીને.         ટેક.
વેણ અલૌકિક અજબ અમૂલી, હું તો સુણતાં તનડું ભૂલી રે.       કહા૦ ૧
મોરલડીનો નાદ કરીને, મારા લીધેલ પ્રાણ હરીને રે.     કહા૦ ર
થકિત થઇ રે ડોલરિયાને દેખી, જાણે ચિત્રામણમાં લેખી રે.       કહા૦ ૩
જાદુ કર્યા રે બ્રહ્માનંદને વહાલે, બેની ચિતડું ડગ નવ ચાલે રે.   કહા૦ ૪ 

મૂળ પદ

ગોવાલીડે ઘેલી કીધી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી